Garlic Chutney : જો તમારું ખરાબ કોલેસ્ટ્રોલ વધેલું હોય તો તેને કન્ટ્રોલ કરવા માટે તમારા ખોરાકમાં લસણને સામેલ કરો. લસણ આપણા પરંપરાગત ભોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ આ બેડ કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરવા માટે જરુરી છે. કેટલાક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, રોજ લસણ ખાવાથી એલડીએલ કોલેસ્ટ્રોલ 9 ટકા સુધી ઓછું થઈ શકે છે. લસણ HDL કોલેસ્ટ્રોલના લેવલને વધારે છે. જેને સારું કોલેસ્ટ્રોલ કહેવામાં આવે છે.