– ભાવનગર જિલ્લાની 3 પાલિકામાં 219 પૈકી 30 ઉમેદવારે ડિપોઝીટ ગુમાવી
– સૌથી વધુ સિહોરની ચૂંટણીમાં ૨૦ ઉમેદવારને ડિપોઝીટ પરત મળવા પાત્ર પણ મત ન મળ્યાં, એકમાત્ર તળાજામાં કોંગ્રેસના ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત
ભાવનગર : ભાવનગર જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભૂંડા હાલ થયા હતા. સિહોર અને ગારિયાધાર પાલિકામાં આપનો ઉદય થયો હોવા છતાં ડિપોઝીટ જપ્ત થવામાં આમ આદમી પાર્ટીએ અવ્વલ સ્થાન રાખ્યું છે. તો જનાધાર ગુમાવી બેસેલી કોંગ્રેસ પાર્ટીએ પણ તળાજામાં ચાર ઉમેદવારની ડિપોઝીટ ગુમાવવાનો વખત આવ્યો હતો. આ ઉપરાંત બસપા અને અપક્ષના છ-છ ઉમેદવારને ડિપોઝીટ પરત મળવાપાત્ર મતો ન મળતા ડિપોઝીટ જપ્ત કરાઈ હતી.