– પાળિયાદ પોલીસ મથકમાં પતિ, સાસુ-સસરા અને જેઠાણી વિરૂદ્ધ ફરિયાદ
– કરિયાવર બાબતે તથા પતિને લગ્નેત્તર સંબંધ નહી રાખવાનું કહેતા પતિએ અને સાસરિયાએ ત્રાસ આપ્યો
ભાવનગર : લાઠીના પીપળવા ગામે સાસરું ધરાવતા અને હાલ પોતાના પિયર પાળીયાદ ખાતે રહેતી પરીણિતાના પતિને પરસ્ત્રી સાથે સંબંધ હોય જે બાબતેપત્નીએ ટોકતા પતિએ પત્નીને ગાળો આપી માર-મારી ત્રાસ આપી તથા સાસુ-સસરા અને જેઠાણીએ કરિયાવર બાબતે મેણાંટોણાં મારી શારીરિક-માનસિક ત્રાસ આપવવામાં આવતા પરિણીતાએ ફિનાઈલ ગટગટાવી લીધું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ લાઠી તાલુકાના પીપળવા ગામે સાસરું ધરાવતા અને હાલ પાળીયાદ પિયરમાં રહેતા શીતલબેન હરેશભાઈ ચૌહાણના લગ્ન ત્રણ વર્ષ પહેલા લાઠી તાલુકાના પીપળવા ગામે રહેતા ચંદુભાઇના પુત્ર હરેશ સાથે થયા હતા. દરમિયાનમાં લગ્નના એકાદ માસ બાદ સાસુ ગીતાબેન ચંદુભાઇ ચૌહાણ અને સસરા ચંદુભાઇ કલ્યાણભાઇ ચૌહાણ કરીયાવર બાબતે અવાર-નવાર મેણાં-ટોણાં મારી દુઃખ ત્રાસ આપી જેમ ફાવે તેમ બોલવા લાગ્યા હતા.