– ફોન ઉપર ઓર્ડર મેળવી વેપારીએ જયપુર માલ મોકલ્યો હતો
– મહુવાના વેપારીએ જયપુરની પેઢીને મોકલેલ માલનું બરોબર પેમેન્ટ મેળવી લેનાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ
ભાવનગર : મહુવાના વેપારીએ જયપુરના વેપારીને મોકલેલ રૂ.૬.૯૬ લાખની ડુંગળીનું પેમેન્ટ અજાણ્યા મોબાઈલ ધારક શખ્સોએ મહુવાની પેઢીના નામે ખોટું બિલ અને બિલ્ટી બનાવી જયપુરના વેપારી પાસેથી રોકડ તેમજ આંગડિયા મારફત બારોબાર મેળવી લઈને છેતરપિંડી કરતા વેપારીએ બે મોબાઈલ નંબર ધારક વિરુદ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.