રાજ્યના નવા ચીફ સેક્રેટરી પંકજ જોશી આજે ચાર્જ સંભાળશે અને રાજ કુમાર વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાશે સાથે સાથે વાત કરવામાં આવે તો પંકજ જોશી 1989ની બેચના IAS અધિકારી છે અને પંકજ જોશી CMO કાર્યલયમાં ફરજ બજાવતા હતા અને તેઓ 20 ઓક્ટોબર 2025 સુધી ચીફ સેક્રેટરી પદે રહેશે.
પંકજ જોશી ACS સચિવ
ACS પંકજ જોશી 1989માં 21 ઓગસ્ટના રોજ IASમાં જોડાયા. તેમના નેતૃત્વ અને વ્યવસ્થાપન કૌશલ્યને કારણે તેમને રાજ્યના વહીવટમાં આ મહત્વપૂર્ણ ભૂમિકા મળી છે. વર્તમાન સમયમાં પંકજ જોશી ગુજરાતના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ (ACS) નું પ્રતિષ્ઠિત પદ ધરાવે છે. આ ઉપરાંત બંદરો અને પરિવહન વિભાગના ACS તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળે છે. ભૂતકાળમાં પંકજ જોશીએ નાણા વિભાગમાં સરકારના અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી, જ્યાં તેમણે ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપન અને નીતિ-નિર્માણ પ્રક્રિયાઓમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.ભારતીય વહીવટી સેવામાં એક પ્રતિષ્ઠિત કારકિર્દી ધરાવનાર IAS પંકજ જોશી આવતા વર્ષે નિવૃત્ત થશે.
કયાં થયો હતો જન્મ
મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે સેવા આપનાર પંકજ જોશીનો જન્મ ૧૯ ઓક્ટોબર ૧૯૬૫ના રોજ ઉત્તરાખંડમાં થયો હતો. તેમણે શાળાકીય અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસ ઉત્તરાખંડમાં જ કર્યો. પંકજ જોશીએ ૧૯૮૯માં પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (IIT), દિલ્હીમાંથી વોટર રિસોર્સિસ એન્જિનિયરિંગમાં વિશેષતા સાથે સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક પૂર્ણ કર્યું. IAS અધિકારી તરીકેની તેમની કારકિર્દી દરમિયાન એન્જિનિયરિંગમાં તેમના મજબૂત શૈક્ષણિક પાયાએ જાહેર વહીવટ અને નીતિ-નિર્માણ પ્રત્યેના તેમના અભિગમને ખૂબ પ્રભાવિત કર્યો છે.પંકજ જોષીનું વ્યાવસાયિક જીવન જગજાહેર છે પરંતુ તેમના પરિવારને લઈને કોઈ માહિતી નથી.