36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsana: દેદિયાસણમાં ગેસ લીકેજ થતાં ઘરમાં બ્લાસ્ટ સાથે થયો ભડકો

Mehsana: દેદિયાસણમાં ગેસ લીકેજ થતાં ઘરમાં બ્લાસ્ટ સાથે થયો ભડકો


મહેસાણાના દેદીયાસણ ગામે ઊંચી શેરીમાં વહેલી સવારે જ એક મકાનમાં ધડાકાભેર આગ લાગવાની ઘટના સામે આવી હતી. વિસ્ફોટક અવાજ સાથે જ આગ લાગેલી જોઈ ગામમાં અફડાતફડી મચી ગઈ હતી. જોકે બનાવ અંગે મહેસાણા ફાયર કંટ્રોલ રૂમને જાણ થતાં જ ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મહેસાણાના દેદીયાસણ ગામે આગ લાગી હોવા અંગે મળતી માહિતી મુજબ ગામની ઊંચી શેરી વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધા નર્મદાબેન હીરાલાલ પટેલ પોતાના ઘરે હાજર હતા. દરમિયાન વહેલી સવારે તેઓ પાણી ભરેલી તપેલી ગેસ પર મૂકી ગેસ ચાલુ કરવા ગયા હતા. જ્યાં ગેસ સળગાવવા લાઈટરનો નોબ દબાવતા જ લાઈટરના તણખલાથી ભારે આવજ સાથે ઘરમાં આગનો વિસ્ફોટ થયો હતો.

વહેલી સવારે સવા ચાર વાગ્યાના અણસામાં વણેલી વિસ્ફોટક આગની ઘટનામાં ધડાકાનો અવાજ સાંભળી ગામ લોકો તાબડતોબ નર્મદાબેનના ઘર પાસે દોડી આવ્યા હતા. જ્યાં નર્મદાબેનના ઘરમાં વિસ્ફોટ સાથે આગ ભભૂકી ઉઠી હતી. જે જોઈ ગામમાં નાસભાગ મચી હતી. તેવામાં બનાવની જાણ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ, ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને મહેસાણા ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા મહેસાણા ફાયર બ્રિગેડ ટીમ સહિતના તંત્રનો કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

જ્યાં મહેસાણા ફાયર બ્રિગેડની ટીમે ઘરમાં લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી સતત 1 કલાકની જહેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર ઇન્સ્પેકટર હરેશ પટેલ અને વાયરલેસ ઓફ્સિર હરદીપસિંહ સીસોદીયાના માર્ગદર્શન હેઠળ આગ બુઝાવ્યા બાદ ફાયર બ્રિગેડ ટીમ અને ઘટના સ્થળે હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગને પગલે રહેણાંક મકાનમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું, તો ઘરમાં હાજર વૃદ્ધા ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.

વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે લોખંડનાં તિજોરી, કબાટ અને દરવાજા તૂટીને વળી ગયા

દેદીયાસણ ગામે વિસ્ફોટક આગ બનાવમાં આગ લાગ્યા બાદ ઘરમાં જોતા ઘર વખરી વેર વિખેર બની પડી હતી. જ્યારે ગેસ ઘરમાં પ્રસરેલો હોઈ લાઈટરના તણખલા સાથે જ લોખંડની તિજોરી અને કબાટના બંધ દરવાજા પણ બ્લાસ્ટ સાથે તૂટી પડયા હતા. ઘરના દરવાજા અને પાંખના પાંખીયા પણ વળી ગયા હતા. જે જોતા બ્લાસ્ટની તીવ્રતા ખૂબ હોવાનું અનુમાન રહ્યું હતું. સમગ્ર આ ઘટનામાં વિસ્ફોટ અને આગને કારણે ઘરમાં રહેલ મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય