DeepSeek Founder: OpenAIને ટક્કર આપવા માટે હવે ચીનની DeepSeek એપ્લિકેશન આવી ગઈ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં હવે નવી-નવી કંપનીઓ સામે આવી રહી છે. OpenAIની ChatGPT દુનિયાભરમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જો કે, હવે એને ટક્કર આપવા માટે DeepSeek એપ્લિકેશન આવી ગઈ છે. DeepSeekની કંપની દ્વારા તેમનું નવું AI મોડલ R1 લોન્ચ કરવામાં આવ્યું છે. એને ખૂબ જ લોકપ્રિયતા પણ મળી છે.