36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતમહેસાણાMehsanaના વિજાપુરમાં ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ, 6 આરોપીની ધરપકડ, જુઓ Video

Mehsanaના વિજાપુરમાં ડબ્બા ટ્રેડિંગના રેકેટનો પર્દાફાશ, 6 આરોપીની ધરપકડ, જુઓ Video


ગુજરાતમાં સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગની તપાસ કરી રહેલી પોલીસને વધુ એક મહત્વની સફળતા મળી છે. વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગનો ખેલમાં પોલીસે 6 શખ્સોની ધરપકડ કરી છે.

મહેસાણાના વિજાપુરમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ થયો છે. વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસે ડબ્બા ટ્રેડિંગનો ખેલ ધમધમતો હતો. લાડોલ પોલીસે બાતમીના આધારે રેડ કરતા 92 હજારના મુદ્દામાલ સાથે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

મળતી માહિતી મુજબ, વિજાપુરના ગુંછળી ગામના બસ સ્ટેન્ડ પાસેથી ડબ્બા ટ્રેનિંગ ઝડપાયુ છે. લાડોલ પોલીસે બાતમી આધારે દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન 92 હજારના મુદ્દામાલ સાથે વડનગરના શાહપુર અને ગોઠવાના 6 શખ્સો ઝડપાયા છે. આ આરોપીઓ શેરબજારના રોકાણ કરતા ગ્રાહકોને ખોટી ઓળખ આપી છેતરપિંડી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસની પૂછપરછમાં ગોંડલના માંડવીયા વિજય વસંતના નામનું સીમકાર્ડના આધારે ગ્રાહકોનો કોન્ટેક્ટ લિસ્ટ મેળવતા હતા. શેર બજારમાં વધુ રૂપિયા કમાવવાની લાલચ આપી રોકાણ કરાવવાનું કહી છેતરપિંડી આચરતા ભાંડો ફૂટ્યો હતો. લાડોલ પોલીસે 8 મોબાઇલ એક બાઈક મળી કુલ 92,000નો મુદ્દા માલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય