36.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, માર્ચ 14, 2025
36.4 C
Surat
શુક્રવાર, માર્ચ 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતગાંધીનગરGandhinagarમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, કરી આ મોટી વાત

Gandhinagarમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ કર્યુ ધ્વજવંદન, કરી આ મોટી વાત


ગાંધીનગરમાં 76માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી છે જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરમાં ધ્વજવંદન કર્યુ હતુ,તો જિલ્લા કલેકટર અને પોલીસ વડા પણ ધ્વજવંદન કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા બીજી તરફ રાજ્ય સરકારના સિનિયર અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા.તો રાજયકક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી તાપીમાં કરાઈ હતી.

સરદાર પટેલે અખંડ ભારત માટે કરેલા કાર્ય સદાય યાદ રહેશે : હર્ષ સંઘવી

ધ્વજવંદન કર્યા બાદ હર્ષ સંઘવીએ સરદાર પટેલને યાદ કર્યા હતા,હર્ષ સંઘવીએ કહ્યું કે,સરદાર પટેલને અંજલિ આપવા PMએ બનાવી સૌથી ઉંચી પ્રતિમા અને સરદાર પટેલને ભૂલાવવાનો ચોક્કસ રાજકીય લોકોનો પ્રયાસ તો સૌથી મોટું બંધારણ ભારત દેશનું છે,હર્ષ સંઘવીએ આંબેડકરજીને વંદન કર્યા હતા અને તેમને પણ યાદ કર્યા હતા.રામ રાજ્ય લાવવા બદલ મોદીજીને અભિનંદન.

જાન્યુઆરીમાં નવું મોરપીંછ ગયા વર્ષે ઉમેરાયું : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે,ભગવાન રામ વર્ષો પછી મંદિરમાં આવ્યા છે અને કાશ્મીરમાં 370 હટાવ્યા પછી ફરી ઓળખ મળી છે,લાલ ચોક પર પાકિસ્તાન ધ્વજ વાળા દ્રશ્યો આવતાં હતા તે બંધ થયા અને હવે ત્યા રોજ તિરંગો હોય છે,પથ્થરના બદલે હવે ત્યાંના લોકોના હાથમાં કલમ દેખાઈ છે અને પ્રધાનમંત્રીના માર્ગદર્શનમાં અનેક ઉપલબ્ધિ કરી છે.

25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં : હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે,25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે અને 12 કરોડ ઘરોમાં નલથી જળ મળે છે સાથે સાથે દેશમાં 13800થી વધુ જન ઔષધિ સ્ટોર ખુલ્યા છે અને દેશમાંથી નક્સલવાદ આતંકવાદના અંત તરફ પહોંચ્યા છે અને ગુજરાતે નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે,રાત દિવસ એક કરી ગામેગામ વ્યવસ્થા પહોંચાડવા મહેનત કરવામાં આવી છે અને મહેનત હજી પણ કરાશે,ભારતના લોકો દેશભકિતમાં રંગાયા છે.

ડ્રગ્સ મુદ્દે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

ડ્રગ્સમાં ગુજરાત પોલીસે 3 વર્ષમાં ઇતિહાસ રચ્યો છે,ડ્રગ્સ લઈને આવનારા પાકિસ્તાનીઓને જેલ હવાલે કરાયા છે,જેમાં 76થી વધુ પાકિસ્તાનીઓને જેલ હવાલે કરાયા છે.

ડિજિટલ એરેસ્ટને લઈ ગૃહ રાજ્યમંત્રીની જનતાને અપીલ

આવો કોઇ ફોન આવે તો પોલીસને જાણ કરવા અપીલ અને ડિજિટલ એરેસ્ટમાં આપણે ફસાવવાનું નથી 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય