ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે GST કૌભાંડમાં ફરાર 2 આરોપી ઝડપાયા છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઇ અને ભાવનગરના 1-1 આરોપીને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ 1000 કરોડથી વધુના કૌભાંડમાં સામેલ હોવાનું સામે આવ્યું છે.
ભાવનગરમાં GSTના બોગસ બીલિંગ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં નાસતા ફરતા 2 આરોપીઓ ઝડપાયા છે. તેમાં GSTને લગતા ખોટા દસ્તાવેજો બનાવીને કૌભાંડ કરવામાં આવ્યું છે. 1000 કરોડથી વધુની રકમના બોગસ બીલિંગ કૌભાંડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. આરોપીઓની તપાસમાં નામ ખુલતા કાર્યવાહી થઇ છે. મળતી માહિતી મુજબ, રાજ્યભરમાં ચકચાર મચાવનાર GST કૌભાંડમાં સંડોવાયેલા 2 ફરાર આરોપીઓ ઝડપાયા છે. પાલીતાણા અને નિલમબાગ પોલીસ મથકમાં નોંધાયેલા 1000 કરોડ કરતા વધુના GST કૌભાંડમાં ફરાર આરોપીઓને પકડી પાડ્યા છે.
GST કૌભાંડ મામલે પાલીતાણા ખાતે 2 અને નિલમબાગ પોલીસ મથકમાં મળી કુલ 3 GST કૌભાંડના ગુન્હા દાખલ થયા હતા. જેને લઇ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આખરે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે મુંબઈ અને ભાવનગરમાંથી ફરાર આરોપીને લઇ તપાસ આદરી હતી. બંને ફરાર આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમમે ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.