Farmer Registration Portal : ગુજરાતમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈ.ડી સાથે લિંક કરવા માટે ગત 15 ઓક્ટોબરથી ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ગુજરાતમાં પી.એમ. કિસાન યોજનાના 66 લાખ જેટલા ખેડૂત લાભાર્થીઓની નોંધણી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. જેની સામે અત્યાર સુધીમાં રાજ્યના 33 લાખથી વધુ ખેડૂતો એટલે કે, 50 ટકાથી વધુ ખેડૂતોની નોંધણી પૂર્ણ થઇ છે.