બેરોજગાર બની 24 લાભાર્થીએ મુદ્રા યોજના,પીએઈજીપી અને બાજપાઈ બેંકેબલ યોજનાની સબસીડીનો લાભ મેળવ્યો
બેંક ઓફ બરોડાના ઈન્ટરનલ ઓડિટમાં લઘુઉદ્યોગ શરૂ કરવા માટે સબસીડીનો લાભ લેનારા વ્યક્તિના સરનામે મશીનરી કે ધંધાનું સ્થળ નહી હોવાનું ખુલ્યુ
બેેંકની મોખડાજી સર્કલ બ્રાંચમાં નકલી ક્વૉટેશન અને નકલી બિલ રજૂ કરી લોન તથા સબસીડી મેળવી સરકારને ચૂનો ચોપડનારા સામે ગુનો નોંધાયો
લઘુ ઉદ્યોગ માટે લોન મેળવારા ૧૦ લાભાર્થીઓએ નોટિસ બાદ લોન સબસીડીની રકમ ભરી, ૧૪ આરોપીએ નોટિસને પણ ગણકારી નહી
ભાવનગર: લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે લઘુ ઉદ્યોગકારોને આર્થિક સહાય મળે તે માટે સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી એમ્પ્લોયમેન્ટ જનરેટિંગ પ્રોગ્રામ અને બાજપાઈ બેંકેબલ યોજના જેવી યોજના અંતર્ગત લોન તથા સબસીડી આપવામાં આવે છે. આ યોજનાનો દુરઉપયોગ કરી નકલી ક્વોટેશન અને નકલી ઈનવોઈસ બીલો રજૂ કરી લઘુ ઉદ્યોગ શરૂ કરવા માટે સરકારી યોજનાનો ગેરકાયદેસર રીતે લાભ લઈ સરકારે સાથે રૂ.