Surat : શિયાળાની શરૂઆત સાથે જ સુરતમાં પોંકની સિઝન શરૂ થઈ જાય છે પોંકની સાથે-સાથે પોંકની બનેલી જાત જાતની વાનગીનું પણ વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં પોંક નગરી કેટલાક લોકો ટેસથી વાનગી આરોગી રહ્યાં છે પરંતુ પોંક વડા અને અન્ય વાનગીઓમાં ભેળસેળ પકડાતી નથી સુરતીઓ પોંક વડાના બદલે જુવાર વડા ખાઈ રહ્યાં છે. આવી અનેક ફરિયાદ બાદ આજે સુરત પાલિકાના ફૂડ વિભાગે શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં પોંક, પોંક વડાનું વેચાણ કરનારા 17 વેપારીઓને ત્યાંથી 23 નમૂના લઈને ટેસ્ટીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
હાલમાં શિયાળાની શરુઆતથી સુરતમાં મોડે મોડે પોંકનું આગમન થયું છે અને મીઠાઈ કરતાં પણ વધુ મોંઘો પોંકનું વેચાણ થઈ રહ્યું છે. પરંતુ સુરતમાં પોંકની બનતી વાનગી અને પોંક સાથે ખવાતી વાનગીઓમાં ભેળસેળ હોવાની ફરિયાદ બહાર આવી છે.