ભૂજમાં બોરવેલમાં ખાબકેલ યુવતીનું મોત થયું છે,34 કલાકના ઓપરેશન બાદ પણ યુવતી બચી ના શકી અને તેણે અંતિમ શ્વાસ લીધા હતા,બોરવેલમાં ખાબકેલી યુવતીને બહાર કઢાઈ છે,યુવતીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.પોલીસે પણ યુવતીના પરિવારજનોના નિવેદન નોંધ્યા છે.
મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી
કચ્છના ભુજના કંઢેરાઇ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી યુવતી 33 કલાક બાદ જીદગીની જંગ હારી ગઇ છે.બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા મીણા નામની યુવતીનું મોત થયું છે. રેસક્યુ દરમિયાન મૃતદેહને બોરવેલમાંથી 300 ફૂટ ઉપર આવ્યા બાદ ફરી નીચે પટકાયો હતો. NDRFની ટીમ દ્વારા ફરી મૃતદેહને બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મૃતદેહ બોરવેલમાં ફુલાઇ જવાથી મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મળી.
BSFની ટીમો પણ કામે લાગી હતી
બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા ફાયર વિભાગને મુશ્કેલી લાગતા આર્મી અને BSFની ટીમો પણ બોલાવવામાં આવી હતી. જો કે આર્મી અને BSFને પણ 500 ફૂટ ઊંડા બોરવેલમાંથી યુવતીને બહાર કાઢવા બહુ પ્રયાસ કર્યા છતાં પણ સફળતા ના મળી. જેના બાદ ગાંધીનગરથી NDRFની ટીમ બોલાવવામાં આવી. હાલમાં રેસ્કયુ ઓપરેશન ચાલુ છે અને 18 વર્ષીય યુવતીને શ્વાસ લેવામાં તકલીફ ના પડે માટે ઓક્સિજન સપ્લાય ચાલુ કરાયો હતો. સ્થાનિક તંત્ર દ્વારા બોરવેલમાં ફસાયેલ યુવતીને બચાવવા યુદ્ધ ધોરણે પ્રયાસ હાથ ધરાયા છે. ફાયર વિભાગ, આર્મી, BSF અને NDRFની ટીમો બચાવ કામગીરીમાં કામે લાગી હતી. તો યુવતી બહાર આવે ત્યારે પ્રાથમિક સારવાર મળી રહે માટે એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળ પર રાખવામાં આવી હતી.