સુરતમાં મોબાઈલની લતે વિદ્યાર્થિનીનો જીવ લીધો હોવાની વાત સામે આવી છે જેમાં સુરતમાં ધોરણ 8ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે.મોબાઈલને લઈ માતાએ બાળકીને ઠપકો આપતા આપઘાત કર્યો હોવાની વાત સામે આવી છે,પાંડેસરા સ્થિત આવિર્ભાવ સોસાયટીમાં આ બનાવ બન્યો હતો.વિદ્યાર્થીનીને લાગી હતી મોબાઇલની લત તો વિદ્યાર્થિની સતત મોબાઇલમાં વ્યસ્ત રહેતી હોવાથી માતાએ આપ્યો હતો ઠપકો,પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથધરી છે.
સોશિયલ મીડિયામાં પ્રેમ થતા અરવલ્લીમાં સગીર પ્રેમી અને બાળકી ઘર છોડીને ભાગ્યા
અરવલ્લીના ધનસુરામાં ધોરણ 5માં ભણતી બાળકીને સોશિયલ મીડિયા મારફતે એક સગીર વયના બાળક સાથે પ્રેમ થતા બન્ને જણા ભાગી ગયા હતા તો પોલીસે આ બાબતે પહેલા અરજી લીધી અને તેના આધારે બન્નેને ઝડપી પાડયા છે,ભાગનાર બન્ને સગીરોએ અન્ય 3 કિશોરીઓની મદદ લીધી હતી અને ફરાર થયા હતો તો પોલીસે પોકસો અને અપહરણનો ગુનો નોંધ્યો છે,અને અરવલ્લી પોલીસે ગણતરીના કલાકમાં ઝડપ્યા સગીર પ્રેમીને ઓબ્ઝર્વેશન સેન્ટર મોકલાયો છે.
સરકારે સોશિયલ મિડીયાને લઈ ડ્રાફ્ટ તૈયાર કર્યો
સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડી શકે છે. સરકારે પર્સનલ ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટના નિયમોના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા છે.આજના યુગમાં દરેક વ્યક્તિના હાથમાં મોબાઈલ છે. માત્ર યુવાનો અને વૃદ્ધો જ નહીં પરંતુ બાળકો પણ સોશિયલ મીડિયા પર સક્રિય છે. સોશિયલ મીડિયાના ફાયદાની સાથે તેના કેટલાક ગેરફાયદા પણ છે. પરંતુ હવે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટે ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે.18 ફેબ્રુઆરી સુધી આ અંગે મળેલા વાંધાઓના આધારે બેઠકમાં ફેરફાર કરવામાં આવશે. અન્યથા તેને ચાલુ રાખવામાં આવશે.