સુરતમાં મંદી વચ્ચે હીરા ઉદ્યોગ માટે ચિંતાના સમાચાર સામે આવ્યા છે જેમાં રેપાપોર્ટે તૈયાર હીરાના ભાવમાં 5 ટકાનો ઘટાડો કર્યો છે,હવે રેપાપોર્ટ સામે અસંતોષનો સૂર ઉઠવા માંડયો છે અને રેપાપોર્ટ તૈયાર હીરાની રેન્જ પ્રમાણે ભાવ નક્કી કરે છે સાથે સાથે દર શુક્રવારે તૈયાર હીરાના ભાવો થાય છે જાહેર તો તૈયાર હીરાના ભાવ દુનિયાભરમાં સ્વીકૃત ગણાય છે અને પડતર કિંમત કરતા પણ તૈયાર હીરાનાં ભાવ નીચા તૈયાર હીરા નુકસાનીમાં વેચવા પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.
નવા નિયમો પણ અમલમાં આવ્યા
ઉપરાંત યુનિયને નિયમો અમલમાં આવે તે પહેલાં EU કે રશિયા સિવાયના દેશોના હીરાને મુક્તિ આપવા ‘ગ્રાન્ડ ફાધરિંગ’ કલમ પણ ઉમેરી છે. નવા પ્રતિબંધો મુખ્યત્વે લિક્વિફાઈડ નેચરલ ગેસને લક્ષ્ય બનાવે છે. જેમાં હાલના પ્રતિબંધોની છટકબારીઓ દૂર કરી 116 સંસ્થા અને વ્યક્તિઓને પ્રતિબંધિત કરવાનું લક્ષ્ય છે. જ્યારે નવા નિયમોમાં એક્ઝિબિશન કે સમારકામ માટે રશિયામાંથી જ્વેલરીની અસ્થાયી આયાત-નિકાસને પણ મંજૂરી આપે છે.
સર્ટિફિકેટ ફરજિયાત થયુ
યુરોપિયન યુનિયન (EU)એ રશિયન હીરા પરના પ્રતિબંધ માટેના સનરાઇઝ પિરિયડના અમલને છ મહિના લંબાવ્યો છે. જે અનુસાર હવે 1 સપ્ટેમ્બરની તારીખ લંબાવી રફ-પોલિશ્ડ હીરાની આયાત માટે 1 માર્ચ, 2025 બાદ અમલમાં આવશે. વૈશ્વિક મંદી વચ્ચે હીરા ઉદ્યોગને રાહત મળી છે.યુનિયને હીરાની આયાત માટે ટ્રેસિબિલિટી પ્રોગ્રામ 1 માર્ચ 2025ના રોજથી ફરજિયાત બનાવશે. ત્યારબાદ આયાતકારોએ 0.50 કેરેટથી વધુના હીરાની આયાતને ચકાસવા માટે ટ્રેસિબિલિટી આધારિત સર્ટિફિકેટનો ઉપયોગ કરવો ફરજિયાત બનશે.