29.1 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
29.1 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeઆરોગ્યWinter સિઝનમાં બાળકો માટે ચાર હેલ્ધી ટિફિન રેસિપી અજમાવો

Winter સિઝનમાં બાળકો માટે ચાર હેલ્ધી ટિફિન રેસિપી અજમાવો


શિયાળાની ઋતુમાં જો તમે તમારા બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગતા હોવ તો આ હેલ્ધી રેસિપી અજમાવો તેમને વારંવાર બીમાર ન પડે તે માટે બાળકોને આરોગ્યપ્રદ, સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ફુડ આપી શકો છો તેમના લંચ બોક્સમાં આ 4 આરોગ્યપ્રદ વાનગીઓ આપો.

આ ઋતુમાં અજમાવો હેલ્ધી રેસિપી:

શિયાળાની ઋતુમાં બીમાર પડવું અનિવાર્ય છે. ત્યારે તમારા બાળકો આ ઋતુમાં વારંવાર બીમાર પડે છે, આવી સ્થિતિમાં તેમને શરદી અને ઉધરસથી બચાવવા માટે તેમના લંચ બોક્સમાં આપો આ ચાર હેલ્ધી ફુડ શિયાળામાં બપોરના ભોજનની વાનગીઓ: શિયાળો આવી ગયો છે અને ઘણા રાજ્યોમાં તે અત્યંત ઠંડી છે, તેથી શિયાળાની ઋતુમાં બીમાર પડવું અનિવાર્ય છે. ખાસ કરીને જે બાળકો શાળાએ જતા હોય અને બહાર ઠંડીમાં રમતા હોય તેઓને બીમાર પડવાનું જોખમ સૌથી વધુ હોય છે.

વેજી ઉત્પમ

સૌ પ્રથમ તો વેજી ઉત્પમ બનાવવા માટે સોજીને દહીંમાં 15-20 મિનિટ પલાળી રાખો, તેમાં થોડુ ગાજર, ચીઝ, ડુંગળી અને કેપ્સિકમ જેવા શાકભાજી ઉમેરીને બંને બાજુ શેકી ઉત્પમ બનાવો. દેશી ઘી અથવા તો ઓલિવ ઓઈલથી શેકી શકો છો. સાથે થોડું ચીઝ પણ છીણી શકાય.

ગાજર ચોખા

તમારું બાળક ભાત ખાવાનું પસંદ કરતુ હોય, તો તેને ભાતની અલગ અલગ રેસિપી બનાવીને આપી શકો છો જેમાંથી એક છે ગાજર ભાત દાળભાત આપવાને બદલે તેના માટે બનાવો આ હેલ્દી ડીસ. ગાજર અને ભાતની સાથે ટામેટાં,વટાણા, કઠોળ જેવા લીલા શાકભાજી પણ ઉમેરી શકાય.

ક્વિનોઆ, મખાના અને દહીં

ક્વિનોઆમાં ફાઈબર અને કેલ્શિયમ ખૂબ જ માત્રામાં જોવા મળતા હોય છે. જે બાળકો માટે પણ ખૂબ ફાયદાકારક છે. તે હાડકાંને મજબૂત કરે છે અને પાચનતંત્રમાં સુધારો લાવે છે. સાદો ક્વિનોઆ બનાવીને બાળકોને દહીં અથવા તો મખાના રાયતા સાથે આપી શકો છો

પનીર ભુર્જી

પનીર ભુર્જી જે બનાવવામાં સરળ અને ઝડપથી બની જાય તેવી રેસીપી છે તેમાં છીણેલા પનીરની સાથે સાથે ડુંગળી, ટામેટાં, કેપ્સીકમ એડ કરી શકો છો જે તેને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. તેમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રોટીન પણ જોવા મળે છે

અજવાઇન પરાઠા

પરાઠા બનાવવા માટે લોટમાં થોડું મીઠું અને અજવાઇન નાખીને ખાવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે. પરાઠા અને ભુર્જીની સાથે તમે તેમને ટિફિનમાં કાકડી અને ગાજર જેવા સલાડ પણ આપી શકો છો

Disclaimer: આ પ્રકારની ચીજવસ્તુઓ આપ આપના ફિઝિશિયનની સલાહ લઈને જ તેનું સેવન કરો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય