કાશ્મીરમાં સિઝનમાં સૌથી વધુ કાતીલ હિમવર્ષાના પગલે જનજીવન ખોરવાયું છે આ બરફ વર્ષા ની અસર ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ વરસાદ સાથે ભારે ઠંડી પડી રહી છે કાશ્મીરના હીમ વર્ષા ની અસર સુરતમાં પણ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે તેની અસર થી સરથાણા નેચર પાર્ક માં રહેલા પ્રાણીઓને બચાવવા માટે પ્રાણી સંગ્રહાલય દ્વારા હરણના વસવાટ કરવાની જગ્યાએ લાકડા ગોઠવીને તાપણા કર્યા છે. આ ઉપરાંત વાઘ-સિંહ રીંછના પીંજરામાં હીટર મુકાયા, પક્ષીઓના પીંજરામાં બલ્બ મુકાયા છે. આ ઠંડીની સાથે હિંસક પ્રાણીઓના ખોરાકમાં ઘટાડો જોવા મળ્યો છે.
હાલ ડિસેમ્બર નો પૂરો થવા આવ્યો છે જોકે, ગઈકાલે કાશ્મીરમાં સિઝનની સૌથી વધુ હિમવર્ષા થઈ છે.