January Grah Gochar 2025 : નવું વર્ષ 2025ને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. અને ઘણા મોટા ગ્રહો આ નવા વર્ષના પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરીમાં ગોચર કરી રહ્યા છે. જાન્યુઆરી 2025માં 4 મોટા ગ્રહોનું ગોચર કરવાના છે. જેમાં 4 જાન્યુઆરી 2025ના રોજ બુધ ધનુ રાશિમાં ગોચર કરશે અને 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં ગોચર કરશે.તો, 18 જાન્યુઆરી, 2025 ના રોજ બુધ ધનુરાશિમાં અસ્ત થશે અને 28 જાન્યુઆરીએ શુક્ર મીન રાશિમાં ગોચર કરશે.