રમતા રમતા બાળકો વચ્ચે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ
કર્યું
પોલીસે સઘન સલામતી વ્યવસ્થા ગોઠવી દીધી : બંને પક્ષે સામ સામે ૨૨ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો ઃ શહેરમાં ભારેલા અગ્નિજેવી સ્થિતિ
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં ગઈકાલે રાત્રે બે કોમના
બાળકો વચ્ચે રમવા બાબતે થયેલી તકરારે ઉગ્ર સ્વરૃપ ધારણ કર્યું હતું અને રાત્રે
બંને પક્ષો સામ સામે આવી જતા પથ્થરમારો થયો હતો અને વાહનોમાં પણ તોડફોડ થઈ હતી.