રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત: 2081. માગશર વદ બારસ. શુક્રવાર, તા.27-12-2024.
મેષ
આપની તબિયતની ચિંતા દૂર થાય, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા, પ્રવાસ ફળે
વૃષભ
તણાવ તંગદિલીમાંથી છૂટવા કાર્યશીલ રહેજો, નાણાભીડનો અનુભવ, ખર્ચ ટાળજો
મિથુન
આપની મૂંઝવણોને વધતી અટકાવવા વાણી પર અંકુશ જરૂરી, નાણાકીય કાર્ય થાય
કર્ક
સફળતાની કામનાને પૂર્ણ કરવા આપનો આત્મવિશ્વાસ અને ઈશ્વર પરની શ્રદ્ધા વધારજો
સિંહ
મનની મુરાદ મનમાં રહેતી લાગે, ખર્ચ વ્યય વધે નહીં તે જોજો
કન્યા
પ્રતિકૂળતા ભર્યા સંજોગો જણાતા હશે તો તેમાંથી બહાર આવી શકશો, ટેન્શન હળવું બને
તુલા
આપની અગત્યની કામગીરી આડે વિઘ્ન હશે તો દૂર થવા લાગે, કોઈ આકસ્મિક મદદ મેળવી શકો
વૃશ્ચિક
લાભની આશા ફળતાં વિલંબ થતો જણાય, નિરાશાનો અનુભવ થાય, તબિયત સુધરે
ધન
પ્રવાસ, પર્યટન અંગે સાનુકૂળતા, નોકરી ધંધામાં ધાર્યું થવામાં વિલંબ થાય
મકર
આપના નકારાત્મક નિરાશાજનક વિચારો છોડીને આશાવાદી રહેવાથી સુખ જણાય
કુંભ
સામાજિક, વ્યવસાયિક અને આર્થિક બાબતો પાછળ વધુ લક્ષ આપવું પડશે, આળસ છોડજો
મીન
મહત્ત્વની કામગીરી હોય કે કોઈ નિર્ણયનો પ્રશ્ન સમય સંજોગ સુધરતા લાગે