– આઇએસએસમાં ક્રિસમસની ઉજવણીના વિડીયોથી સોશિયલ મીડિયામાં ચર્ચા
– નવેમ્બરમાં આવેલું સ્પેસેક્સનું રોકેટ ક્રિસમસ ઉજવણીનો સામાન લઈ આવ્યું હતું: નાસાની સ્પષ્ટતા
નવી દિલ્હી : ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)માં અટવાઈ ગયેેલા નાસાના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર સહિતના બીજા સહયોગીઓએ સ્પેસ સ્ટેશનમાં સાન્તાની હેટ સાથે ક્રિસસની ઉજવણી કરતાં અમેરિકામાં ઓનલાઇન ચર્ચા છેડાઈ ગઈ છે. આ ચર્ચા એટલી આગળ વધી કે નાસાએ તેના અંગે સ્પષ્ટતા કરવાની ફરજ પડી છે.
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ક્રિસમસ ઉજવણીના જારી કરવામાં આવેલા વિડીયો અને ફોટના પગલે સોશિયલ મીડિયા યુઝર્સે જાતજાતની થિયરી વહેતી કરવા માંડી હતી અને અનેક પ્રકારના સવાલ પણ પૂછવા માંડયા હતા.