સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મંગળવારે સામાન્ય સભા મળી હતી. આ સામાન્ય સભામાં વધારાના કામ તરીકે દરખાસ્ત આવી હતી તેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. જોકે, 10 કમિટીની રચના થઈ તે પૈકી વિપક્ષી સભ્યને માત્ર બે કમિટિમાં સમાવેશ કરાયો છે. આ ઉપરાંત આજની બેઠકમાં શિક્ષણ સમિતિની શાળામાં 11 હજાર વિદ્યાર્થીઓ એક સાથે ભગવત ગીતાનું પઠન કરી રેકોર્ડ કરાશે તેવો દાવો કરવામા આવ્યો હતો.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં લાંબા સમયથી વિવિધ સમિતિની રચના ની અટકળો ચાલતી હતી તેનો અંત આવ્યો હતો.