સુરતમાં ક્રાઇમબ્રાન્ચે નકલી પોલીસ ઝડપી પાડી છે જેમાં આરોપીએ હની ટ્રેપમાં ફસાવી ખંડણી માંગી હતી જેમાં પોલીસે માધુરીને બાતમીના આધારે ઝડપી લીધો છે અને આરોપીએ જહાંગીપુરાના સોફ્ટવેટ ડેવલોપરને ફસાવ્યો હતો તો હનીટ્રેપમાં ફસાવી 4.53 લાખ રૂપિયા પડાવ્યા હતા અને આરોપી વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયા છે તેવું પોલીસની તપાસમાં પણ સામે આવ્યું છે.
નકલી પોલીસ જીતેશ માધુરી
હનીટ્રેપમાં ફસાવી રૂ. ૪.૫૩ લાખ ખંખેરી લેવાના ગુનામાં ક્રાઈમ બ્રાંચે નકલી પોલીસ જીતેશ માધુરીને ઝડપી પાડયો હતો.મળતી વિગતો પ્રમાણે જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા અને સોફ્ટવેર ડેવલપર તરીકે નોકરી કરતાં ૩૫ વર્ષીય જલ શાહ (નામ બદલ્યું છે) જે કંપનીમાં નોકરી કરતો હતો તે જ યુવકે દક્ષા આકોલીયા નામની યુવતીનો નંબર આપ્યો હતો. આ મહિલા શરીરસુખ માટે લલનાની સુવિધા પૂરી પાડતી હોવાનું જણાવ્યું હતું. ત્રીજી ડિસેમ્બરે આ મહિલાને વીડિયો કોલ કર્યો હતો અને એક લલના બતાવી શરીરસુખ માણવું હોય તો કુંભારીયાગામ ઈશ્વર દર્શન એપા.ના ત્રીજા માળે આવેલા ફ્લેટમાં આવવા જણાવ્યું હતું.
૪.૫૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા
આ યુવક ત્યાં પહોંચ્યો હતો અને જે લલના સાથે શરીરસુખની લાલચે બોલાવાયો હતો તે માટે ૧૦૦૦ રૂપિયા લઈ તેને એક રૂમમાં મોકલાયો હતો. લલના અને આ યુવક રૂમમાં ગયા તેની ગણતરીની મિનિટ્સમાં જ ચાર શખ્સો અંદર ધસી આવ્યા હતા. ચારેય શખ્સોએ પોલીસ હોવાનું જણાવી દમદાટી આપી લાફા માર્યા હતા. તારી એફ.આઈ.આર. ફાટશે અને જેલમાં જવું પડશે કહી ૧૦ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. યુવક પાસે રૂપિયા નહિ હોઈ તેને આ ખંડણીખોરોએ એ.ટી.એમ. તથા મની ટ્રાન્સફરને ત્યાં લઈ જઈ ૪.૫૩ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા.
હનીટ્રેપના આ ગુનામાં સારોલી પોલીસે ગુનો દાખલ
જે કેસમાં નાસતા-ફરતા જીતેશ ઉર્ફે હિતેશ ઉર્ફે માધુરી ઉર્ફે જીતો રસિક ધરજીયા (ઉ.વ.૩૩, રહે. ક્રિષ્ણા હોમ્સ, રામચોક, મોટા વરાછા- મૂળ શિયાળગામ, બાવળા, અમદાવાદ)ને મોટા વરાછા તળાવ પાસેથી ક્રાઈમ બ્રાંચે પકડી પાડયો હતો.જીતેશ માધુરીએ પોલીસનો સ્વાંગ રચી સીનસપાટા કર્યા હતા. દોઢ વર્ષથી અમદાવાદના ધોલેરા પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો. જીતેશ માધુરી કામરેજના હનીટ્રેપ અને વરાછાના ખંડણીના ગુનામાં અગાઉ પકડાઈ ચૂક્યો છે.