– 2 દિવસ બાદ અચાનક જ ઠંડીનું જોર વધતા નગરજનો ઠુંઠવાયા
– દિવસે પણ ઠંડીનું વર્ચસ્વ રહ્યું, તાપમાન પોણા 2 ડિગ્રી નીચે સરક્યું
ભાવનગર : ભાવનગરમાં બે દિવસ વાદળિયા વાતાવરણના કારણે ઠંડી ગાયબ થઈ ગયા બાદ અચાનક જ ફરી ઠંડીનું જોર વધી જતાં રાતનું તાપમાન સડસડાટ સવા પાંચ ડિગ્રી નીચે ઉતરી ગયું હતું. રાત્રે ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળતા નગરજનો ઠંડીમાં ઠુંઠવાયા હતા. તો દિવસે પણ ઠંડીનું વર્ચસ્વ રહેવાના કારણે તાપમાનમાં પોણા બે ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.