– 70 શાળા, હોસ્પિટલમાં ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરાશે
– 3 વર્ષે ફાયર સેફ્ટી રીન્યુ કરાવી એનઓસી મેળવવું જરૂરી, નિયમનું પાલન નહીં કરનાર સામે ફાયર વિભાગ કાર્યવાહી કરશે
ભાવનગર : રાજકોટની અગ્નીકાંડની ઘટના બાદ ફાયર સેફ્ટીના પ્રશ્ને કડક પગલા લેવા સરકારે સૂચના આપી છે, જેના પગલે ભાવનગર મહાપાલિકાના ફાયર વિભાગ દ્વારા પગલા લેવામાં આવી રહ્યા છે. આજે મંગળવારે મહાપાલિકાના ફાયર વિભાગે ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે કેટલીક શાળાઓમાં તપાસ કરી હતી અને જે શાળાઓના સંચાલકોએ ફાયર સેફ્ટી રીન્યુની કામગીરી કરાવી ના હતી તેથી નોટિસ આપવામાં આવી હતી.
ફાયર એન્ડ ઈમરજન્સી સર્વીસીઝ વિભાગ દ્વારા ફાયર સેફ્ટી રીન્યુઅલના મામલે તપાસ કરવામાં આવી રહી છે, જેમાં ૭૦ શાળા, હોસ્પિટલ વગેરે સ્થળે તપાસ કરવામાં આવશે અને ફાયર સેફ્ટી રીન્યુઅલ નહીં કરાવી હોય તેને નોટિસ આપી ખુલાસો પુછવામાં આવશે.