માણસા તાલુકાના ગામમાં બે વર્ષ અગાઉ
ગાંધીનગર : માણસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે વર્ષ અગાઉ સગીરાને લગ્ન
કરવાની લાલચ આપીને બળાત્કાર ગુજરનાર આરોપી સામે ગુનો દાખલ થયા બાદ કેસ ગાંધીનગર
બીજા એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખીને
આરોપીને ૨૦ વર્ષની સખત કેદ ફટકારવામાં આવી છે.