રાજકોટના એસટી મુસાફરોની સવારીમાં વધુ સવલતો ઉમેરવા માટે રાજકોટ એસટી ડિવિઝનને વધુ પાંચ નવીન વોલ્વો બસ ફાળવવામાં આવી છે. જેથી રાજકોટથી લાંબા રૂટ ભુજ અને નાથદ્વારા પર આ બસને દોડાવવામાં આવશે. રાજકોટ એસટી ડિવિઝનને 10 વોલ્વો બસ ફાળવવામાં આવી હતી.
જ્યારે આજરોજ વધુ પાંચ બસની ફાળવણી કરવામાં આવી છે. આ પાંચ બસ રાજકોટથી ભુજ અને રાજકોટથી નાથદ્વારા રૂટ પર દોડાવવામાં આવશે. રાજકોટથી ભુજ માટે રોજ સવારે 6 વાગ્યે, બપોરે 12:30 વાગ્યે અને સાંજે 17:30 વાગ્યે વોલ્વો બસ ઉપડશે તો ભુજથી આ બસ સવારે 5 વાગ્યે, 10 વાગ્યે અને બપોરે 1 વાગ્યે ઉપડશે. ભુજના રૂટ પર દોડતી બસ વાયા મોરબી,સામખીયાળી, ગાંધીધામ અને ભચાઉ પર સ્ટોપ કરશે. જ્યારે રાજકોટથી નાથદ્વારા માટે રોજ બપોરે 4:30 વાગ્યે અને નાથદ્વારાથી રાજકોટ માટે પણ એ જ સમયે બસ મળી રહેશે. રાજકોટથી નાથદ્વારા ઉપડતી બસ મોરબી, અમદાવાદ, હિંમતનગર, શામળાજી અને ઉદેપૂર સ્ટોપેજ કરશે.