image : Filephoto
Vadodara Demolition : વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં વોર્ડ નં. 7માં કેટલીક સોસાયટીઓના આંતરિક રસ્તે થયેલા ઓટલા અને કમ્પાઉન્ડ બોલના ગેરકાયદે દબાણોનો સફાયો કરીને દબાણ શાખાએ તરસાલી શાક માર્કેટ વિસ્તાર અને મણીનગર સોસાયટી આસપાસના ગેરકાયદે પાણીના કેટલાક કનેક્શન કાપી નાખતા સ્થાનિક રહીશો સાથે તું તું મેં મેં થવા સહિત ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા. જોકે સ્થાનિક પોલીસે મામલો થાળી પાડ્યો હતો. તમાશો જોવા એકત્ર થયેલા ટોળાને પણ પોલીસે હટાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી શહેરના વિવિધ વિસ્તારમાં ગેરકાયદે દબાણ હટાવવાની ફારસરૂપ કામગીરી પાલિકા તંત્રની દબાણ શાખા દ્વારા કરવામાં આવી હતી.