વડોદરા : પ્રસિધ્ધ તબલા વાદક ઉસ્તાદ ઝાકીર હુસૈનનું આજે અમેરિકા ખાતે ૭૩ વર્ષની વયે નિધન થયુ છે. તેમના મૃત્યુના સમાચારથી દેશ વિદેશમાં સંગીત પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
મ્યુઝિક કોલેજની મુલાકાત લઇને ગાયન-વાદનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે સંવાદ કર્યો હતો
ઝાકીર હુસૈન ૮ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ વડોદરા ખાતે આયોજીત એક કાર્યક્રમમાં આવ્યા હતા. આ સમયે તેઓએ પરફોર્મિંગ આર્ટસ ફેકલ્ટી (મ્યુઝિક કોલેજ) ની ખાસ મુલાકાત લીધી હતી.