આ સમાચાર તમે વાંચ્યા?

કોર્પોરેશનનું ૧,૭૪૪ કરોડનું ડ્રાફ્ટ બજેટ

સફાઇ વેરામાં ૧૦૦ ટકા અને મિલકત વેરામાં આંશિક વધારા સાથેવર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ગતવર્ષની સરખામણીએ ૪૮૪ કરોડનો વધારોઃ વિકાસ કામો પાછળ ૧,૩૦૯ કરોડની જોગવાઇગાંધીનગર...

ChatGPT થયું ડાઉન, દુનિયાભરના યુઝર્સ થયા પરેશાન, OpenAIએ કોઈ પુષ્ટિ નથી કરી

ChatGPT Down: ચેટજીપીટી ટેક્નિકલ સમસ્યાના કારણે ગુરુવારે ડાઉન થઈ ગયું. જેને લઈને દુનિયાભરના લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. OpenAIની API અને...

500 બિલ્યન ડોલરનો Open AIનો ‘StarGate’ પ્રોજેક્ટ: ઇલોન મસ્કે કહ્યું, 'તેમની પાસે પૈસા જ નથી'

Elon Musk on Stargate Project: Open AIના સેમ અલ્ટમેન દ્વારા હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે કે ‘StarGate’ને નેકસ્ટ સ્ટેજ પર લઈ જવામાં...

રાપરની સગીરાના આપઘાત કેસમાં ચાર દિવસ બાદ મોટો ઘટસ્ફોટ, સુસાઇટ નોટમાં શિક્ષિકા સામે આક્ષેપ

Bhimasar self-destruction case : રાપરના ભીમાસર ગામે છ દિવસ પહેલાં સગીરાના આપઘાતમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તેના સામાન્યમાં સુસાઇડ નોટ મળી આવી છે....
18.4 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 24, 2025
18.4 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 24, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabad: શીતલહેરમાં અમદાવાદીઓ ધ્રૂજ્યાં, દિવસ દરમિયાન 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો

Ahmedabad: શીતલહેરમાં અમદાવાદીઓ ધ્રૂજ્યાં, દિવસ દરમિયાન 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો


અમદાવાદ શહેરમાં આજે સવારથી સતત ઠંડી પવન ફૂંકાવાનો શરૂ થતાં મહત્તમ તાપમાનમાં 1.3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. શહેરીજનો આજે શીતલહેરમાં ધ્રૂજી ઊઠયા હતા. દિવસ દરમિયાન અમદાવાદમાં 20 કિ.મી.ની ઝડપે પવન ફૂકાતા અમદાવાદનું મહત્તમ તાપમાન 27.3 ડિગ્રીથી ઘટીને 26 ડિગ્રી થઈ ગયું હતું.

દિવસ દરમિયાન ઠંડીનો ચમકારો રહેતા લોકો સવારથી જ ગરમ કપડાં પહેરીને ઘરની બહાર નીકળેલા જોવા મળ્યા હતા. બીજી તરફ કચ્છના નલિયામાં લઘુતમ તાપમાન 8 ડિગ્રી અને રાજકોટમાં 9.8 ડિગ્રી નોંધાતા રાજ્યમાં સૌથી વધુ ઠંડીનો ચમકારો આ બે સ્થળો પર રહ્યો હતો. હવામાન ખાતા દ્વારા જારી કરેલ વિગતો મુજબ, આજે 12 જેટલા શહેરમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. અમદાવાદમાં 13.3 ડિગ્રી, ડીસામાં 10.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.6 ડિગ્રી, વિ.વિ.નગરમાં 12.6 ડિગ્રી, વડોદરામાં 12 ડિગ્રી, ભુજમાં 12 ડિગ્રી, નલિયામાં 8 ડિગ્રી, કંડલા એરપોર્ટમાં 10.9 ડિગ્રી, અમરેલીમાં 13.3 ડિગ્રી, રાજકોટમાં 9.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13.6 અને કેશોદમાં 10.4 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.

 માઉન્ટ આબુમાં માઇનસ છ ડિગ્રી તાપમાન, કાશ્મીર જેવો માહોલ છવાયો

પાલનપુર : રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટઆબુમાં તાપમાનનો પારો ગગડીને માઈનસ 6 ડિગ્રી પહોંચતા હાર્ડ થીજવતી ઠંડી સાથે માઉન્ટઆબુ ઠંડુગાર બન્યું છે. ત્યારે ગુરુશિખર પર તાપમાન ગગડીને માઈનસ 7 ડિગ્રી પહોંચતા પાણીમાં બરફ જામી ગયો હતો. ઠંડીનું પ્રમાણ વધતા સહેલાણીઓ ધ્રુજી ઉઠયા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય