Surat : ભારત અને ગુજરાત સરકાર તથા સુરત પાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકને રોકવા માટે અનેક નિયમો બનાવાયા છે પરંતુ તેનું પાલન યોગ્ય રીતે થતું નથી. જોકે, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા માટે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક સ્કૂલના વિદ્યાર્થીઓના માનસપટ પર સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે એક પહેલ કરી છે અને તેમાં ધીમે ધીમે સફળતા મળી રહી છે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળીને ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. શિક્ષક ના માર્ગદર્શન બાદ વિદ્યાર્થીઓની ટીમ ફ્રી સમયમાં વર્ગ ખંડમાં જઈને અન્ય વિદ્યાર્થીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિક થી થતા ગેરફાયદાની માહિતી આપે છે તથા સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરામાં ન ફેંકી તેની વિવિધ સુશોભન ની વસ્તુ બનાવવી એક અનોખો સંદેશ આપવામાં આવી રહ્યો છે.
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમ તો વિવાદો માટે જાણીતી છે પરંતુ કેટલાક શિક્ષકો આ વિવાદોથી પર રહીને સાચા અર્થમાં બાળકોનું ઘડતર કરી રહ્યાં છે.