જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની પોતાની આગવી ચાલ હોય છે. નિશ્ચિત સમયાંતરે ગ્રહો રાશિ પરિવર્તન અને નક્ષત્ર પરિવર્તન કરે છે. જેની અસર 12 રાશિ પર પડે છે. તે સકારાત્મક પણ હોઇ શકે અને નકારાત્મક પણ. ત્યારે હાલ વર્ષ 2024 પૂર્ણ થવા આવી રહ્યું છે. વિવિધ ગ્રહોનું પરિવર્તન થવાનું છે. ત્યારે આવનારુ નવુ વર્ષ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કોના માટે સારુ હશે તે ગ્રહોની ચાલ પરથી ખબર પડે છે.
સર્જાશે ગજબનો સંયોગ
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ગતિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. થોડા સમય પછી ગ્રહો પોતાની રાશિ બદલી નાખે છે. જે તમામ રાશિના લોકોના જીવન પર સકારાત્મક અને નકારાત્મક અસરો ધરાવે છે. ગુરુ નવા વર્ષમાં સંક્રમણ કરવા જઈ રહ્યો છે. આ સમયગાળા દરમિયાન ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બનશે. ગુરુ હાલમાં મીન રાશિમાં સ્થિત છે. મે 2025 માં, તે મિથુન રાશિમાં સંક્રમણ કરશે. ગુરુ આખું વર્ષ મિથુન રાશિમાં પડાવ નાખશે. આવી સ્થિતિમાં ગુરુનો કોઈ અન્ય ગ્રહ સાથે જોડાણ થશે. જેના કારણે અનેક યોગ સર્જાશે.
ગુરુ કરશે રાશિ પરિવર્તન
દેવ ગુરુ ગુરુ વૃષભ રાશિમાંથી નીકળીને 14 મેના રોજ મિથુન રાશિમાં સંક્રમણ કરશે. અહીં 28 મેના રોજ ચંદ્ર વૃષભમાંથી સંક્રમણ કરીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે અને 30 મે સુધી રહેશે. આમ મિથુન રાશિમાં ચંદ્ર અને ગુરુનું જોડાણ થતા એક વિશેષ સંયોગ રચાશે. ગજકેસરી યોગ બનશે. આ આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. 12 વર્ષ બાદ 28મી મેના રોજ ગજકેસરી યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે આવો જાણીએ કઇ રાશિના જાતકોને ફાયદો થશે.
મિથુન રાશિ
- મિથુન રાશિના લગ્ન ભાવમાં ગજકેસરી યોગ બનશે.
- આ રાશિના લોકોને તેનાથી વિશેષ લાભ મળશે.
- જો તમે પરિણીત છો તો તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે.
- જો તમે ભણતા હશો તો તમને તેમાં સફળતા મળશે.
- લગ્ન સંબંધી સારા સમાચાર મળી શકે છે. માન-સન્માન વધશે.
સિંહ રાશિ
- સિંહ રાશિના અગિયારમા ઘરમાં આ રાજયોગ બનશે.
- આ રાશિના લોકો માટે આર્થિક લાભના માર્ગો ખુલશે.
- અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે.
- જો તમે નોકરી કરતા હોવ તો તમને પ્રમોશન મળી શકે છે
- અપરિણીત લોકોને લગ્ન સંબંધી સારા સમાચાર મળી શકે છે.
તુલા રાશિ
- તુલા રાશિના નવમા ઘરમાં ગજકેસરી યોગ બની રહ્યો છે.
- આ રાશિના લોકોને કાર્યસ્થળ પર સન્માન મળશે.
- બગડેલા કામ પૂરા થશે.
- જો તમે પરિણીત છો તો તમારા ઘરે નવા મહેમાન આવી શકે છે.
- પરિવાર તરફથી સહયોગ મળશે.
- આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે.