ગુરુવારે શેરબજારની શરૂઆત તેજી સાથે થઇ હતી. સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં ખૂલ્યા હતા. ત્યારે હવે 9.33 કલાકની સ્થિતિ વિશે વાત કરીએ તો, સેન્સેક્સ 81 હજારને પાર ખૂલ્યો હતો. જેમાં પોઇન્ટનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી પણ 24 હજારને પાર ખૂલ્યો હતો. પોઇન્ટના વધારા સાથે નિફ્ટી લીલા નિશાનમાં ટ્રેડ થયો હતો.
પ્રી-ઓપનિંગમાં મિશ્ર હલચલ
પ્રી-ઓપનિંગમાં બજારમાં મિશ્ર હલચલ જોવા મળી હતી. સેન્સેક્સ 72.55 પોઈન્ટ અથવા 0.9 ટકાના વધારા સાથે 81,598.69 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 142.90 પોઈન્ટ અથવા 0.59 ટકાના ઘટાડા સાથે 24,495.65 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.
અડધાથી વધુ કંપનીઓના શેર લાલ નિશાનમાં ખુલ્યા
ગુરુવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 14 કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા રંગમાં ખૂલ્યા હતા અને બાકીની 16 કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. એ જ રીતે, નિફ્ટીની 50માંથી 17 કંપનીઓના શેર્સ લાભ સાથે લીલા રંગમાં અને 31 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં ખુલ્યા હતા. જ્યારે નિફ્ટીની 2 કંપનીઓના શેર કોઈ ફેરફાર સાથે ખુલ્યા હતા.
કંપનીઓના શેર લીલા રંગમાં ખુલ્યા
આજે સેન્સેક્સ કંપનીઓમાં સામેલ JSW સ્ટીલના શેર સૌથી વધુ 0.36 ટકાના વધારા સાથે ખૂલ્યા હતા. આ સિવાય ઈન્ડસઈન્ડ બેન્કના શેર 0.34 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 0.27 ટકા, ઈન્ફોસિસ 0.27 ટકા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા 0.26 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.23 ટકા, પાવરગ્રીડ 0.20 ટકા, ટેક મહિન્દ્રા 0.17 ટકા, TCS 101 ટકા, 01 ટકા , ભારતી એરટેલ 0.08 ટકા, અદાણી પોર્ટ્સના શેર 0.07 ટકા, ICICI બેન્ક 0.03 ટકા અને ટાટા મોટર્સ 0.02 ટકાના વધારા સાથે ખુલ્યા હતા.