હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામેની લડાઈ પૂરી હિંમત સાથે લડી રહી છે. તે હાલમાં જ હોસ્પિટલમાં હતી, જ્યાંથી તેણે તેના ફોટા શેર કર્યા. હવે તે ઘરે પરત ફરી છે. હિના ખાને હાલમાં જ સ્વાસ્થ્યને લગતી અપડેટ પણ આપી છે. તેણે કહ્યું કે છેલ્લા ઘણા દિવસો તેના માટે ખૂબ જ મુશ્કેલ હતા.
હિનાખાને શેર કરી તસવીરો
હિના ખાને લગભગ 6 દિવસ પહેલા હોસ્પિટલમાંથી પોતાનો એક ફોટો શેર કર્યો હતો જે જોઈને ચાહકો ડરી ગયા હતા. તે હોસ્પિટલમાં હતી અને તેના હાથમાં પેશાબની થેલીથી અને બ્લડની પણ થેલી હાથમાં જોવા મળી હતી. તેણે દર્દીનો પોશાક પહેર્યો હતો. તેની આ હાલત જોઇને ચાહકો ડરી ગયા હતા. પરંતુ હવે તેણે તેના નવા ફોટા શેર કર્યા છે, જેમાં તે ઘણી સારી દેખાઈ રહી છે. આ સાથે જ તેણે ફોટો શેર કરીને તેણે હોસ્પિટલમાં કેવા દિવસો પસાર થયા કેવી રીતે તે કેન્સર સામે લડી રહી છે તે વિશે તેણે માહિતી પણ આપી. ઉલ્લેખનીય છે કે હિના બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે.
હોસ્પિટલથી પરત ફરી હિનાખાન
હિના ખાને હાલમાં જ તેના ફોટો શેર કર્યા છે જેમાં તે શૉલ ઓઢેલી છે. ગરમ ટોપી પહેરેલી છે. અને બાલ્કનીમાં બેસીને તે હાથમાં ચાનો કપ રાખેલી જોવા મળી રહી છે. તે સનસેટનો સુંદર નજારો માણી રહી છે. ફોટાની નીચે તેણે લખ્યું કે આ જર્નીમાં છેલ્લા 15-20 દિવસ મારા માટે શારીરિક અને માનસિક રીતે સૌથી મુશ્કેલ રહ્યા છે. ડાઘ આવી ગયા છે અને મેં ડર્યા વિના તેનો સામનો કરવા માટે મારી પાસે જે હતું તે બધું આપી દીધું છે. પણ હું શારીરિક મર્યાદાઓ અને માનસિક ટ્રોમાંની આગળ કેવી રીતે ઝૂકી શકી હું ? તેમાંથી મારે પસાર થવું પડ્યું.. મે તેની સાથે સંઘર્ષ કર્યો અને હજી પણ કરી જ રહી છું.
ફેન્સને હિનાખાને આપ્યો ખાસ સંદેશ
હિનાએ તેની પોસ્ટમાં જીવન વિશે વધુ વાત કરી. તેણે પોતાના અને તેના ચાહકો માટે એક સંદેશ આપ્યો. તેમણે કહ્યું કે જિંદગી માત્ર કહેવાથી નથી ચાલતી. આપણે દરેક દિવસે વારંવાર સ્થિતિની ચિંતા કર્યા વિના તેનો વિકલ્પ બનાવવાની જરૂર હોય છે. આશા છે કે તમને પોતાના જીવનમાં આવનારી લડાઇને લડવા માટે સમાન શક્તિઓ મળતી રહે. આશા છે કે આપણે બધા જ વિજયી બનીએ, તેથી હસવાનું ક્યારેય ન ભૂલશો.