17.8 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
17.8 C
Surat
બુધવાર, ફેબ્રુવારી 5, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતJunagadhમાં બે કાર વચ્ચે અકસ્માતમાં CNG ગેસનો બાટલો ફાટતા 7 લોકોના મોત

Junagadhમાં બે કાર વચ્ચે અકસ્માતમાં CNG ગેસનો બાટલો ફાટતા 7 લોકોના મોત


જૂનાગઢમાં માળિયા હાટી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં 7 વ્યકિતના ઘટના સ્થળે મોત થયા હતા,કાર અથડાતા સીએનજી ગેસનો બાટલો ફાટયો હતો અને કારમાં રહેલા 7 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી.

ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

માળિયા હાટીના પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેના કારણે 7 લોકોના ઘટના સ્થળે મોત થયા છે આ મોતનો આંકડો હજી પણ વધી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે,કારમાં આગ લાગતા આસપાસના ઝૂંપડાઓમાં પણ આગમાં બળીને ખાખ થયા છે,ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે આગ પર કાબુ મેળવ્યો છે અને પોલીસે ટ્રાફિકજામ ખુલ્લો કરી દીધો છે અને મૃતકોના પરિવારજનોનો સંપર્ક કરવાનું શરૂ કર્યુ છે,બે કાર ફુલ સ્પીડમાં સામ સામે અથડાતા આ ઘટના બની છે.

કાર સળગતા CNGનો બાટલો ફાટ્યો

પહેલા બે કાર વચ્ચે અકસ્માત થયો અને ત્યારબાદ તેમા આગ લાગતા સીએનજી ગેસનો બાટલો ફાટયો હતો અને તેમાં કારમાં સવાર લોકોના મોત થયા હતા,કાર લોક થઈ ગઈ અને કારની અંદર બેઠેલા લોકો બહાર નીકળી શકયા ન હતા અને મોતને ભેટયા હતા,ત્યારે પોલીસ મૃતદેહનું પીએમ કરાવશે અને ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે,ફાયર વિભાગે પણ ઝૂંપડામાં લાગેલી આગને કાબુમાં લીધી છે અને હાલમાં કુલિંગની કામગીરી પણ ચાલી રહી છે.

સીએનજી કારમાં આગ લાગવાનું કારણ

સીએનજી કારમાં આગ લાગવાનું એક મુખ્ય કારણ એ છે કે મોટાભાગના લોકો કારની જાળવણી પર ધ્યાન આપતા નથી. કંપનીના નિર્દેશ મુજબ સમયાંતરે વાહનની તપાસ કરવી ખૂબ જ જરૂરી છે.. મહત્વપૂર્ણ છે. જૂની કારમાં જ્યારે વાયરિંગ અને અન્ય ભાગો જૂના થઈ જાય છે ત્યારે શોર્ટ સર્કિટ અને લિકેજની સમસ્યા વધી જાય છે. આવા કિસ્સાઓમાં ઘણીવાર આગ લાગવાનું જોખમ રહે છે.કારમાં ધૂમ્રપાન કરવું, જ્વલનશીલ પદાર્થો લઈ જવું, તમારી કારની નજીક ફટાકડા ફોડવા, લાંબા સમય સુધી હીટરનો ઉપયોગ કરવો એ કેટલીક એવી પ્રવૃત્તિઓ છે જે જોખમી હોઈ શકે છે. સીએનજી કારનો ઉપયોગ કરતી વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય