બોલીવુડના ખાન કલાકારો એટલે કે સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાન છેલ્લા ઘણા સમયથી લોકોનું મનોરંજન કરી રહ્યા છે. આ સ્ટાર્સના તમામ ફેન્સ તેમની ફિલ્મોને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. હાલમાં સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનને ફિલ્મમાં એકસાથે જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ ત્રણેય કલાકારો તેમના કરિયરમાં અત્યાર સુધી કોઈ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. હવે આમિર ખાને કન્ફર્મ કર્યું છે કે ત્રણેય સ્ટાર્સ એક સાથે ફિલ્મ કરવા માટે તૈયાર છે અને આ સમાચાર પછી ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. આમિર ખાને શું કહ્યું જાણો.
6 મહિના પહેલા ફિલ્મ વિશે કરી હતી વાત
આમિર ખાને દુબઈમાં રેડ સી ફેસ્ટિવલ દરમિયાન કહ્યું હતું કે તેને શાહરૂખ ખાન અને સલમાન ખાન સાથે ફિલ્મ કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. તેને કહ્યું કે તે માત્ર સારી સ્ક્રિપ્ટની રાહ જોઈ રહ્યો છે. આમિર ખાને કહ્યું કે સલમાન ખાન અને શાહરૂખ ખાન પણ આ માટે તૈયાર છે. એક્ટરે કહ્યું કે ‘લગભગ 6 મહિના પહેલા શાહરૂખ ખાન અને સલમાન ખાન અને હું સાથે હતા અને અમે આ વિશે વાત કરી હતી. ખરેખર, મેં જ આ મુદ્દો ઉઠાવ્યો હતો. મેં બંનેને કહ્યું કે જો અમે ત્રણેય એક સાથે ફિલ્મ ન કરીએ તો ખરેખર દુઃખ થશે.
ત્રણેય ખાન યોગ્ય સ્ક્રિપ્ટની જોઈ રહ્યા છે રાહ
આમિર ખાને કહ્યું કે ‘મને લાગે છે કે સલમાન ખાન અને સલમાન ખાન પણ સંમત થયા અને કહ્યું કે આપણે સાથે ફિલ્મ કરવી જોઈએ. તેથી આશા છે કે આ ટૂંક સમયમાં થશે. પરંતુ તેને યોગ્ય પ્રકારની વાર્તાની જરૂર પડશે, તેથી અમારે યોગ્ય સ્ક્રિપ્ટની રાહ જોવી પડશે, પરંતુ અમે ત્રણેય તેની રાહ જોઈ રહ્યા છીએ. હાલમાં આમિર ખાનના આ નિવેદન બાદ આખી દુનિયામાં ત્રણેય સ્ટાર્સના ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ થઈ ગયા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન અને આમિર ખાનની ત્રિપુટી મોટા પડદા પર ક્યારે ધૂમ મચાવશે.