લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો સુરતમાંથી પકડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. રાજસ્થાનના વેપારીઓ પાસેથી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ ખંડણી માંગી હતી. સમગ્ર ઘટનાને પગલે સુરત જિલ્લા LCB અને SOGને સફળતા મોટી સફળતા હાથ લાગી છે.
સુરતના કામરેજ ટોલ નાકા નજીકથી મુંબઈ કારમાં ભાગી રહેલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોને સુરત જિલ્લા LCB અને SOGએ દબોચી લીધા છે. મળતી માહિતી મુજબ, લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોએ રાજસ્થાનના વેપારીઓ પાસેથી ખંડણી માંગી હતી. લોરેન્સ બિશ્નોઈ/રોહીત ગોદારા ગેંગ દ્વારા ખંડણી માંગવામાં આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ આખરે સુરત જિલ્લા LCB અને SOGને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યોને દબોચવામાં સફળતા મળી છે.
રાજસ્થાન કયુમન સીટી પોલીસ સ્ટેશન તરફથી ઇનપુટ મળ્યા હતા જે બાદ અતિ ચર્ચાસ્પદ ગુનામા સંડોવાયેલ શકમંદ 4 શખ્સોને મુંબઈ કારમાં ભાગી રહેલાને સુરતના કામરેજ ટોલ નાકા નજીકથી દબોચી લેવામાં આવ્યા છે. સુરત જિલ્લા LCB અને SOGએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.