સુનિલે તેની આપવીતી સંભળાવતા જણાવ્યું કે, તેનું અપહરણ થયું હતું. તેઓ કોઈ કાર્યક્રમ માટે દિલ્હી ગયા હતા. અપહરણકારોએ તેમનું દિલ્હીની સરહદેથી અપહરણ કર્યું હતું.
કોમેડિયન સુનીલ પાલ 2 ડિસેમ્બરે ગુમ થઈ ગયા હતા. આ મામલે કોમેડિયનની પત્નીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. સુનીલ પાલનો 24 કલાક સુધી સંપર્ક થઈ શક્યો ન હતો, ત્યારબાદ પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય બાદ જ્યારે પોલીસ એક્શનમાં આવી ત્યારે ખબર પડી કે સુનીલ 3 ડિસેમ્બરે ઘરે પરત ફરશે. ઘરે પરત ફર્યા બાદ સુનિલે સમગ્ર ઘટના જણાવી.
સુનિલે સમગ્ર આપવીતી જણાવી
સુનિલે તેની આપવીતી સંભળાવતા જણાવ્યું કે, તેનું અપહરણ થયું હતું. તેઓ કોઈ કાર્યક્રમ માટે દિલ્હી ગયા હતા. અપહરણકારોએ તેમનું દિલ્હીની સરહદેથી અપહરણ કર્યું હતું. સુનિલે કહ્યું કે, મને એક ઈવેન્ટ માટે આમંત્રણ મળ્યું હતું. જ્યાં મારે પહોંચવાનું હતું. અપહરણકર્તાઓએ 20 લાખની ખંડણી માગી હતી. પરંતુ મેં 7.5 લાખ રૂપિયા ભેગા કર્યા અને તેમને આપ્યા ત્યારે તેમણે મને છોડ્યો. આ સાથે સુનીલે એવા લોકો પર પણ નિશાન સાધ્યું જેઓ કોમેડિયનના અપહરણ વિશે કહી રહ્યા હતા કે આ બધો પબ્લિસિટી સ્ટંટ છે.
સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં સુનિલે કહ્યું- મને અમિત નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો. તેઓ ઈચ્છતા હતા કે હું હરિદ્વારમાં આવીને પરફોર્મ કરું. ઇવેન્ટના આયોજકોએ ડીલ કન્ફર્મ કરવા માટે મારા ખાતામાં પૈસા પણ જમા કરાવ્યા હતા. હું 2જી ડિસેમ્બરે દિલ્હી પહોંચ્યો અને નાસ્તો કર્યા પછી હું કાર્યક્રમ માટે રવાના થયો. આ પ્રસંગે તે વ્યક્તિ ચાહકની જેમ આવ્યો હતો અને મારી સાથે ફોટો ક્લિક કરાવવાના નામે મને કારની અંદર ધક્કો મારીને ત્યાંથી ચાલ્યો ગયો હતો.
સુનીલ પાસેથી 20 લાખ રૂપિયા માગ્યા હતા
“તેઓ મને એક ઘરમાં લઈ ગયા હતા અને મને ધમકાવીને 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી મને અને બીજા દિવસે મિત્રો સાથે વાત કરવાનું કહ્યું. મને ફ્લાઈટ માટે 20,000 રૂપિયા આપ્યા જેથી હું ટિકિટ લઈને ઘરે પાછો જઈ શકું.”
“તે લોકોએ મને નુકસાન પહોંચાડ્યું નથી. પરંતુ તે ઘટનાને લઈને મારી માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડી છે. પહેલા મેં આ વિશે જાહેરમાં વાત ન કરવાનું વિચાર્યું, પરંતુ મારી પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો, જેના કારણે મારે આગળ આવવું પડ્યું.”આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.
અપહરણકર્તાઓ પાસે અંગત માહિતી હતી
“તેઓએ મારા દીકરાની શાળા અને માતાનું સરનામું લીધું, જેના કારણે મને મારા પરિવારની ચિંતા થવા લાગી. આ ઘટનાએ મને હચમચાવી નાખ્યો છે. મારી ઈચ્છા છે કે દેશમાં લોકોને કડક સુરક્ષા મળવી જોઈએ. હું માનસિક આઘાતથી પીડાઈ રહ્યો છું.
સુનિલે જણાવ્યું કે અપહરણકર્તાઓએ પૈસા ઉપાડવા માટે ઘણા ખાતાઓનો ઉપયોગ કર્યો. જેના કારણે પોલીસ મને શોધવામાં સફળ રહી છે.