ઉદ્યોગનગર વિસ્તારમાં શેડ વેચવાનાં બહાને રૂપિયા લીધા બાદ છૂમંતર
કારખાનેદારે રૂપિયા પરત માંગતા અગાઉ વ્યાજખોરીની ખોટી ફરિયાદ કરીને ફિનાઇલ પીવાનું નાટક પણ કર્યું’તું, વિદેશથી આરોપીને લાવવા કાર્યવાહી
જામનગર: જામનગરના એક કારખાનેદારે ઉદ્યોગનગર વિસ્તારમાં એક શેડ ખરીદવા માટે જામનગરના એક શેડ ધારક પાસેથી રૂપિયા ૫૫ લાખમાં સોદો કર્યા પછી ૩૫ લાખ જેવી રકમ ચૂકવી દેતાં શેડ ધારકે પૈસા લઈ જઈ દસ્તાવેજ નહીં કરી આપી બેંગકોક ભાગી છૂટયો હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. અગાઉ શેડ ધારકે કારખાનેદાર સામે વ્યાજખોરીની ખોટી ફરિયાદ નોંધાવી ઝેર પીવાનું નાટક પણ કર્યું હતું, જોકે જે તે વખતે પોલીસે ફરિયાદના સંદર્ભમાં આરોપી સામે ખોટી ફરિયાદ અંગે નો બી. સમરી રિપોર્ટ કરાયો છે.