અનિલ અંબાણીની પાવર કંપની રિલાયન્સ પાવરના શેરમાં સતત બીજા સત્રમાં અપર સર્કિટ લાગી છે. ગુરુવારના સત્રમાં રિલાયન્સ પાવરનો શેર 5 ટકા વધીને રૂ. 43.14 પર પહોંચ્યો હતો, ત્યારબાદ શેરમાં સર્કિટ લાગી હતી. છેલ્લા ત્રણ સત્રમાં રિલાયન્સ પાવરનો સ્ટોક 15 ટકાથી વધુ વધ્યો છે.
શા માટે શેરમાં બમ્પર વધારો થયો?
મહત્વનું છે કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SECI) એ રિલાયન્સ પાવર પર સોલાર પ્રોજેક્ટ માટેના ટેન્ડરમાં ભાગ લેવાને લઇને પ્રતિબંધ મૂક્યો હતો. પરંતુ હવે આ પ્રતિબંધ તેઓએ પરત ખેંચી લીધો છે. સોલાર એનર્જી કોર્પોરેશનના આ નિર્ણય બાદ રિલાયન્સ પાવર ટેન્ડરમાં સરળતાથી હવે ભાગ લઇ શકે છે તેથી તેના શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બે દિવસથી અપર સર્કિટ લાગી રહી છે.
સંક્ટ ટળ્યું , સ્ટોક 30 ટકા વધ્યો
હાલમાં રિલાયન્સ પાવરના શેરમાં વધારો તો જોવા મળ્યો પરંતુ આ વધારો હાઇએસ્ટ બનાવેલો રેકોર્ડ રૂ. 53.64 કરતા તો નીચે જ ટ્રેંડ કરી રહ્યો છે. કારણ કે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધે લગાવ્યો હતો જેને કારણે અનિલ અંબાણીના સ્ટોકમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. 19 નવેમ્બરે રિલાયન્સ પાવરનો શેર રૂ. 33.3 પર ટ્રેડ થઈ રહ્યો હતો. એટલે કે કહી શકાય કે શેર તેની 52 સપ્તાહની ઊંચી સપાટીથી 38 ટકા ડાઉન ગયો હતો પરંતુ 19 નવેમ્બરથી શેરમાં 30 ટકાનો વધારો થયો છે.
રિલાયન્સ પાવરે મલ્ટિબેગર રિટર્ન આપ્યું
વર્ષ 2024માં રિલાયન્સ પાવરના શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આનું મુખ્ય કારણ એ છે કે અનિલ અંબાણીની આ કંપની સંપૂર્ણપણે દેવા મુક્ત કંપની બની ગઈ છે. ઉપરાંત, રિલાયન્સ પાવર રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં બિઝનેસની નવી તકો શોધી રહી છે. 2024માં રિલાયન્સ પાવરના શેરમાં 85 ટકાનો વધારો થયો છે. જ્યારે શેર 2 વર્ષમાં 168 ટકા, 3 વર્ષમાં 242 ટકા અને 5 વર્ષમાં 1115 ટકા એટલે કે 11 ગણુ વળતર આપી ચુકી છે.