– W¥kh «Ëuþ{kt ÚkÞu÷k yfM{kík {kxu ¾hu¾h økqøk÷ {uÃMkLku s sðkçkËkh fne þfkÞ?
હમણાં તમે પણ અખબારોમાં એક દુઃખદ સમાચાર વાંચ્યા હશે. તેની તસવીર હજી પણ કદાચ તમારા મન પર હાવી હશે. એ તસવીર ઉત્તર પ્રદેશમાં તૂટેલા કે અધૂરા બ્રિજ પરથી નીચે નદીમાં ખાબકેલી કારની હતી (થોડાં વર્ષ પહેલાં આણંદ પાસે આવો જ અકસ્માત થયો હતો). મુસાફરી વખતે હવે આપણે સૌ જે સર્વિસનો લાભ લઈએ છીએ એ જ ગૂગલ મેપ્સ સર્વિસની ઉત્તર પ્રદેશમાં પેલી કારમાંના ત્રણ લોકો પણ મદદ લઈ રહ્યા હતા (એવું એમના સ્વજનોનું કહેવું છે) અને સ્ક્રીન પર ગૂગલ મેપ્સમાં દેખાતા નેવિગેશન મુજબ એ કારનો ડ્રાઇવર વેગનઆર કાર ચલાવતો રહ્યો.