ખ્યાતિકાંડને લઈ અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં હવે આરોપીઓની મિલકત ટાંચમાં લેવામાં આવશે. ખ્યાંતિકાંડની તપાસ હવે IT વિભાગ આ કામગીરીમાં જોતરાશે અને સરકાર સાથે છેતરપિંડી કરીને કમાયેલા રૂપિયા ટીમ રિક્વર કરશે.
ખ્યાતિકાંડના આરોપી રાજશ્રી કોઠારી કોર્ટના શરણે પહોંચ્યા
તમને જણાવી દઈએ કે આ કેસની તપાસ પૂર્ણ અને કોર્ટના આદેશ બાદ આરોપીઓની મિલકતો ટાંચમાં લેવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ આરોપીની મિલકતની માહિતી IT વિભાગને આપશે. આ સાથે જ પગાર અને આવકથી વધુ સંપત્તિ અંગે તપાસ કરશે. બીજી તરફ ખ્યાતિકાંડના આરોપી રાજશ્રી કોઠારી કોર્ટના શરણે પહોંચ્યા છે. અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે. ઉલ્લેખનીય છે કે રાજશ્રી કોઠારી પર ત્રણ ફરિયાદ દાખલ થઈ છે અને ત્રણેય ફરિયાદ પર આગોતરા જામીનની માગ આરોપી તરફથી કરવામાં આવી છે.
ખ્યાતિ કાંડના આરોપી પ્રતીક ભટ્ટના ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ
ખ્યાતિ કાંડના આરોપી પ્રતીક ભટ્ટના ઘરે પણ ક્રાઈમબ્રાન્ચની ટીમ પહોંચી છે અને પ્રતિક ભટ્ટ ખ્યાતિ હોસ્પિટલમાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવની પોસ્ટ પર કામ કરતો હતો. પ્રતીક ભટ્ટ સૂચનાઓ મુજબ મેડિકલ કેમ્પ યોજવાનું કામ કરતો હતો. સમગ્ર કાંડ સામે આવ્યા બાદ તમામ આરોપીઓ રાજસ્થાન પહોંચી ગયા હતા અને ત્યાંથી અમદાવાદ પાસેના એક ફાર્મ હાઉસ પર આવ્યા ત્યારે પકડી પાડવામાં આવ્યા હતા. ત્યારે પ્રાથમિક તપાસમાં 150 થી વધુ મેડિકલ કેમ્પ કર્યા હોવાની બાબતો સામે આવી છે. પ્રતીક ભટ્ટ ખ્યાતિ હોસ્પિટલમાં ચિરાગ રાજપૂત સાથે માર્કેટિંગનું કામ કરતો હતો.