અમદાવાદમાં મકાન અને દુકાનનું વેચાણ કરવાના નામે દંપતીએ રૂ 92.96 લાખનો ચુનો લગાવ્યો.આર્થિક ગુના નિવારણ શાખાએ છેતરપીંડીની ફરિયાદ નોંધીને દલાલ સહિત 2 આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી લલિત જૈન અને રાજુ રાજપૂત છે. આરોપીઓએ મકાન અને દુકાનના વેચાણના નામે 92.96 લાખની છેતરપીંડી આચરી સમગ્ર બનાવની વાત કરીએ તો મણિનગરમાં રહેતા હિતેષ ભાઈ પટેલને મકાન ખરીદવું હતું એટલે દલાલ રાજુ રાજપૂતનો સંપર્ક કર્યો હતો..રાજુ રાજપૂતએ ગાંધી દંપતી લલિતભાઈ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરાવી હતી. આ દંપતીએ કાંકરિયા ખાતે આવેલું મકાન 35 લાખ અને દુકાન 17.50 લાખમાં વેચાણ કરીને સમજૂતી નોટરાઇઝ તથા પ્રોમેસરી નોટ અને વાઉચરમાં સહીઓ કરાવીને વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ દંપતીએ ધંધા અર્થે 38.70 લાખ તેમજ દલાલ રાજુએ દલાલીના 1.76 લાખ મેળવીને મકાન કે દુકાનનું દસ્તાવેજ નહિ કરીને 92.96 લાખની છેતરપીંડી આચરી હતી. આ ઠગાઈ કેસને લઈને આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગાંધી દંપતીનું અમદાવાદ માં 3 મકાન અને રાજસ્થાનમાં એક મકાન હોવાનું કહીને છેતરપીંડી આચરી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લઈને પોતાના ભાઈની માલિકીનું મકાન કાચા બાનાખાત કરીને મકાન અને દુકાનનું વેચાણ કર્યું..પરંતુ દસ્તાવેજ નહિ કરી આપતા હોવાથી ફરિયાદીએ તપાસ કરી તો મકાન આરોપીનું નહિ હોવાનું ખુલ્યું હતું. અને પોતે નરોડામાં ભાડાના મકાનમાં રહેતો હોવાનું ખુલ્યું હતું .આરોપી અગાઉ ફાયનાન્સનો બિઝનેશ કરતો હતો. પરંતુ કોરોનામાં નુકસાન જતા આરોપીએ ફરિયાદી પાસેથી 2020 અને 2021માં 38.70 લાખ લીધા હતા. પરંતુ હજુ સુધી નાણાં પરત નહતા કર્યા અને મકાન દુકાનનો દસ્તાવેજ પણ નહીં કરતા EOWએ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
મકાન અને દુકાનના વેચાણની ઠગાઈ કેસમાં પ્રિયંકા ગાંધી હજુ ફરાર છે. આરોપીના વૃદ્ધ માતા પિતા અને 4 વર્ષના બાળક પણ ઘરે નહિ મળી આવ્યું. જેથી EOW ની એક ટીમ રાજસ્થાન તપાસ અર્થે અને આરોપીની ધરપકડ કરવા રવાના થશે. આ ઠગ દંપતીએ અગાઉ પણ કોઈ સાથે છેતરપીંડી આચરી છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.