100 જેટલી માલ ભરેલી અને એટલી જ ખાલી ટ્રકોની રોજિંદી આવન-જાવન છે તે
માર્ગ જ નહોવાના કારણે ટ્રકચાલકોને દર મહિને ટાયર બદલવા પડે તેવી સ્થિતિ : બાલા હનુમાન મંદિરથી રિંગ રોડમાં સમસ્યા યથાવત
ભાવનગર: ૧૦૦ જેટલી માલ ભરેલી અને એટલી જ ખાલી ટ્રકોની રોજિંદી આવન-જાવન છે તે નવા બંદરથી હાઈ-વેને જોડતાં ૧૨ કિમીના માર્ગમાં ૧૮૦ જેટલા ખાડાથી ટ્રક ચાલકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. આવા બિસ્માર ટ્રકના ટાયરોને નુકસાન પહોંચતું હોવાથી દર મહિને ટાયર બદલવા પડતા હોવાની વ્યાપક ફરિયાદ પ્રવર્તી રહી છે.
ભાવનગરને સમગ્ર વિશ્વમાં ઓળખ આપનાર એશિયાનો સૌપ્રથમ લોકગેટ નવા બંદર પર સ્થિત છે.