વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવ ગ્રહોનો 12 રાશિ સાથે સંબધ ખાસ હોય છે. જ્યારે કોઇ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની શુભ અને અશુભ એમ બે અસર જોવા મળે છે. વર્ષ 2024 પૂ્ર્ણ થવાનું છે અને નવા વર્ષની શરૂઆત થવાની છે ત્યારે આ વર્ષના અંતમાં કેટલાક ગ્રહ ગોચર કરશે જેનો લાભ કેટલીક રાશિના જાતકોને વર્ષ 2025 સુધી મળી રહેશે. તેમાંથી એક ગ્રહ ગુરુ પણ છે.
હા, દેવગુરુ ગુરુએ 28 નવેમ્બર, ગુરુવારે બપોરે 1:10 વાગ્યે નક્ષત્ર બદલ્યું છે. ગુરુએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે અને 10 એપ્રિલ 2025 સુધી આ નક્ષત્રમાં રહેશે. આવી સ્થિતિમાં ગુરુ 10 એપ્રિલ સુધી 5 રાશિઓ પર કૃપા કરશે. આવો જાણીએ કઈ કઈ છે તે ભાગ્યશાળી રાશિઓ?
મેષ રાશિ
- મેષ રાશિના જાતકો માટે ગુરુ નક્ષત્ર પરિવર્તન લાભદાયક છે.
- વેપારમાં પ્રગતિ થઈ શકે છે.
- નોકરીયાત લોકોને પ્રમોશનની તક મળી શકે છે.
- અટવાયેલા પૈસા પાછા મળવાની પણ સંભાવના છે.
- આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
- ગુસ્સા પર નિયંત્રણ રાખીને પરિવારના સભ્યો સાથે સારી વાતચીત કરશો તો તમને દરેક પગલા પર તેમનો સાથ મળશે.
- તમારા જીવનમાં કંઈક નવું બનવા માટે તૈયાર છે.
- જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે અને પરસ્પર પ્રેમ વધશે.
વૃષભ રાશિ
- વૃષભ રાશિ માટે ગુરુ નક્ષત્રમાં પરિવર્તન સારું રહેશે.
- સામાજિક કાર્યોમાં રસ વધશે.
- પૈસા સંબંધિત લાભ થઈ શકે છે.
- કાર્યસ્થળ પર તમને સહકર્મીઓનો સહયોગ મળી શકે છે.
- પ્રમોશનની વાત થઈ શકે છે.
- તમે પરિવારના સભ્યો સાથે સારો સમય પસાર કરશો અને સંબંધો સુધરશે.
- સમાજમાં તમારું માન-સન્માન વધશે.
સિંહ રાશિ
- એપ્રિલ 2025 સુધીનો સમય તમારા માટે સારો રહેશે.
- સફળતા તરફ આગળ વધતા રહેશો.
- આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે.
- સંપત્તિમાં વૃદ્ધિ અને ઉચ્ચ સ્તરે સફળતાની પણ સંભાવના છે.
- તમે વાદ-વિવાદથી દૂર રહેશો અને સંબંધો પહેલા કરતા સારા થશે.
ધન રાશિ
- ગુરુનું નક્ષત્ર પરિવર્તન ધનુરાશિ માટે ફાયદાકારક રહેશે.
- તમે બિનજરૂરી તણાવથી દૂર રહેશો.
- સમાજમાં ઓળખ ઉભી થશે.
- બગડેલા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે.
- જો તમે પૈસા ગુમાવ્યા છે તો ચિંતા કરશો નહીં, હવે તમે નફો કરવાના છો.
- કામકાજમાં પ્રગતિ થઈ શકે છે અને નોકરીયાત લોકોની પ્રગતિ થઈ શકે છે.
મકર રાશિ
- મકર રાશિના લોકો માટે ગુરુ નક્ષત્રમાં પરિવર્તન ફળદાયી રહેશે.
- સમાજમાં ઓળખ ઉભી થશે. સંબંધો સુધરશે.
- ઘરમાં કોઈ શુભ પ્રસંગ બની શકે છે.
- જેમના લગ્ન નથી થયા તેમને ગુરુની કૃપાથી લગ્નની તક મળી શકે છે.
- નાણાકીય સ્થિતિ પહેલા કરતા સારી થઈ શકે છે અને આવક વધી શકે છે.