19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદAhmedabadમાં 3000 લોકોનું લાયસન્સ થશે સસ્પેન્ડ, પોલીસે અમદાવાદ RTOને કરી દરખાસ્ત

Ahmedabadમાં 3000 લોકોનું લાયસન્સ થશે સસ્પેન્ડ, પોલીસે અમદાવાદ RTOને કરી દરખાસ્ત


અમદાવાદમાં હવે ટ્રાફિકના નિયમનું પાલન નહીં કરનારા લોકો સામે મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે શહેરીજનો ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતા પહેલા બે વખત વિચારશે. કારણ કે અમદાવાદમાં 3000 લોકોના લાઈસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે.

પોલીસની દરખાસ્તના આધારે RTOની કાર્યવાહી

અમદાવાદ RTOમાં છેલ્લા 3 મહિનામાં પોલીસ દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની 3000 દરખાસ્ત મળી છે અને 3થી વધુ વખત ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તેવા લોકો સામે કાર્યવાહી કરવા માટે પોલીસે દરખાસ્ત મોકલી છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ 3000 દરખાસ્તમાંથી GJ-1નું પાસિંગ હોય તેની 1380 દરખાસ્તો મળી છે અને આ દરખાસ્ત મળેલા તમામ લોકોને RTO દ્વારા લાયસન્સ સસ્પેન્ડ કરવાની નોટીસ આપવામાં આવી છે.

7 દિવસમાં ખુલાસો નહીં કરે તો લાયસન્સ થશે સસ્પેન્ડ

આગામી સમયમાં પ્રકિયા પૂર્ણ કરીને લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. મોટાભાગના હેલમેટ વગરના કેસ જેમાં 3થી વધુ વખત નિયમનો ભંગ કર્યો હોય તેના ઘર પર નોટીસ મોકલવામાં આવી છે. આ નોટિસમાં 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને જો કોઈ 7 દિવસમાં તેનો જવાબ કે ખુલાસો રજુ ન કરે તો લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2024 સુધીમાં 700 લોકોના લાયસન્સ અલગ અલગ ગુનામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ડિસેમ્બરની શરુઆત સુધીમાં 1,380 લોકો વિરૂદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે.

RTO કચેરી ખાતે વાહનો છોડાવવા લોકોની લાંબી લાઈનો

બીજી તરફ RTO કચેરી ખાતે વાહનો છોડાવવા લોકોની લાંબી લાઈનો લાગી છે. જણાવી દઈએ કે અમદાવાદ શહેરમાં અમદાવાદ પોલીસની કોમ્બિંગ નાઈટ બે દિવસથી ચાલી રહી છે, જેમાં પોલીસ દ્વારા અલગ-અલગ ઝોન પ્રમાણે અનેક વાહનચાલકોના વાહન ડિટેઈન કરવામાં આવ્યા છે, પોલીસે આપેલા મેમો ભરવા બીજા દિવસે RTO કચેરીએ પણ લાંબી લાઈનો લાગી છે, ગઈકાલ રાત્રે 1 વાગ્યાથી લોકો RTOની બહાર ઉભા છે અને તંત્રની સામે રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે લોકોનો આક્ષેપ છે કે સામાન્ય જનતાને પોલીસ પરેશાન કરી રહી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય