ભાઇની હત્યાના મનદુથખે સેડાતા રોડ પર ખૂન કા બદલા ખૂન કિસ્સો બન્યો હતો
પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડે આરોપીને ભુજથી ઝડપી પાડીને ગડપાદર જેલમાં મોકલી આપ્યો
ભુજ: ખૂનના કેસમાં ગડપાદર જેલમાં સજા ભોગવતો આરોપી સાહિલ દાઉદ અજડીયા જેલમાંથી વચગાળાના જામીનમાં છુટીને છેલ્લા ચાર વર્ષથી નાસતો ભાગતો હોઇ પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આરોપીને તેના ભુજમાં ઘરમાંથી દબોચી લઇ ગડપાદર જેલમાં મોકલી આપ્યો હતો.
ગત ૨૭ જુલાઇના આરોપી સાહિલ અજડીયાના ભાઇનું ખૂન કરનાર મુસ્તાક રહેમ્તુલ્લા કકલ અને તેમના ભાઇ સહિત ચાર લોકો ભુજ કોર્ટમાં ખૂન કેસમાં વોરંટ રદ કરવા આવ્યા હતા. પરત બાઇક પર જઇ રહ્યા હતા.