મોરબીના ભક્તિનગર સર્કલ વિસ્તારમાં ચોરી
ધોળે દિવસે ફ્લેટના દરવાજાનો લોક ચાવીથી ખોલી દાગીના ઉઠાવી જવાતા જાણભેદૂએ ચોરી કર્યાની આશંકાએ તપાસ
મોરબી: શહેરના ભક્તિનગર સર્કલ પાસે ફલેટમાં રહેતો પરિવાર કથા સાંભળવા ઘરને તાળું મારીને ખાનપર ગયો હતો. ત્યારે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ ઘરમાંથી ૯.૧૦ લાખના સોનાના દાગીનાની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.