સંભવિત શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગથી ફેમિલી કોર્ટનો બિનજરૂરી રેકર્ડ, ફર્નિચર બળી ગયો
સર્વર રૂમમાં પાણી ભરાઈ જતા નેટ કનેક્ટવિટી ચાલુ ન કરાઈ શકીઃ બહુમાળી ભવન ઉપરાંત માહિતી કચેરી, ડિઝાસ્ટર અને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કામો ખોરંભે ચડયા
રાજકોટ આગજનીની ઘટના બાદ ભુજમાં ઠેર ઠેર ફાયર સેફ્ટીના સાધનો ગોઠવાયા પણ ચલાવવાની તાલીમ કોણ આપશે! ડિઝાસ્ટર મેનેજમેન્ટ આગ બુઝાવવાના પાઠ શીખવાડશે ?
ભુજ: રાજકોટ આગજનીની ઘટના બાદ આગના બનાવો ચિંતા ઉપજાવે છે ત્યારે આજરોજ ભુજ શહેરના માહિતી ભવન સામે આવેલા બહુમાળી ભવનમાં સવારે ય્-સ્વાન કચેરીમાં શોર્ટ સર્કિંગથી આગ લાગતા અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જી-સ્વાન કચેરીમાં આગ લાગતા ફેમિલી કોર્ટનો અમુક બિનજરૂરી રેકર્ડ સહિત ટેબલ ખુરશી સહિતનો માલ સામાન બળી ગયો હતો.